મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના ચેપનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે. મંગળવારે રાજ્યમાં 6741 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. નવા દર્દીઓ મળ્યા બાદ અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના ચેપનો આંકડો 2 લાખ 67 હજાર 655 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 6741 નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 1 લાખને પાર - મહારાષ્ટ્રમાં કોરોના કેસ
મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા વધીને 2 લાખ 67 હજાર 655 થઈ ગઈ છે. આ કેસોમાંથી 1 લાખ 49 હજાર લોકો સાજા થયા છે. જ્યારે 1 લાખ 7 હજાર 655 લોકો હાલ સારવાર હેઠળ છે.
આ કેસોમાંથી 1 લાખ 49 હજાર લોકોને સાજા થઇ ગયા છે. જ્યારે 1 લાખ 7 હજાર 655 લોકોની હાલ સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં મંગળવારે 4500 લોકોને સ્વસ્થ્ય થયા બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 213 લોકોના મોત નીપજ્યાં હતા.
રાજ્યમાં કોવિડ -19 ને કારણે થયેલા મોતની સંખ્યા વધીને 10,695 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કુલ 4,500 લોકો સાજા થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,49,007 કોવિડ -19 દર્દીઓ સાજા થયા છે. વિભાગ અનુસાર, હાલમાં મહારાષ્ટ્રમાં 1,07,665 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.