રાંચીઃ સમગ્ર દેશમાં લોકો કોરોનાના કાળા કેરનો સામનો કરી રહ્યાં છે, ત્યારે કોરોના વોરિયર્સ ગણાતાં પોલીસ જવાનો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. ઝારખંડમાં 66 પોલીસ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
ઝારખંડમાં 66 પોલીસ જવાનો કોરોના પોઝિટિવ
ઝારખંડમાં 66 પોલીસ જવાનો કોરોનાથી પ્રભાવિત થયાં છે. જો કે ઝારખંડ સરકારે તેમની સાવચેતી માટે જરુરી ઉપકરણો ખરીદવા પોલીસ વિભાગને 33 લાખ રૂપિયા ફાળવ્યા છે.
કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાં એક ડીએસપી રેન્ક અધિકારી, એક ઇન્સ્પેક્ટર, સબ ઇન્સપેક્ટર, મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, 32 જવાન અને ડ્રાઇવર સહિત 66 પોલીસ જવાનો કોરોનાથી પ્રભાવિત થયા છે. રાજ્ય પોલીસના જણાવ્યાનુસાર બે પોલીસ જવાને કોરોનાને માત આપી છે અને તેમને હોસ્પિટલમાંથી ડિચાર્જ કરવામાં આવ્યાં છે.
ઝારખંડ સરકારે તમામ પોલીસ જવાનને કોરોના વાઈરસથી બચાવવા માટે સુરક્ષા ઉપકરણો અને પોલીસકર્મીઓ માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે 33 લાખ રૂપિયા ફાળવ્યા છે. તેમજ પોલીસ વડામથકે તમામ પોલીસ અધિકારીઓને સૂચના જારી કરી છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત તેઓને કોરોના વાઈરસથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ.