ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડના દુમકામાં પેન્શન માટે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાથી વૃદ્ધાનું મોત - 65 वर्षीय बुजुर्ग महिला की लाइन में खड़े होने से मौत

દુમકા જિલ્લામાં પેન્શનની રકમ લેવા આવેલી 65 વૃદ્ધ મહિલાઓ ગ્રાહક સેવા કેન્દ્રની લાઇનમાં લાંબા સમય સુધી ઉભા રહેવાને કારણે મોત થયું છે.

65-year-old-elderly-woman-died-due-to-standing-in-queue
ઝારખંડના દુમકામાં પેન્શન માટે લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાથી વૃદ્ધાનું મોત

By

Published : Apr 19, 2020, 9:47 PM IST

દુમકા: જિલ્લાના મસલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણીઘર ગામના ગ્રાહક સેવા કેન્દ્રમાં પેન્શન લેવા આવેલી 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ કોલોની તુડુ હતું. તે મસલીયા પોલીસ સ્ટેશનના કેશોરાયડીહ ગામની રહેવાસી હતી.

મળતી માહિતી મુજબ, આ મહિલા વૃદ્ધ પેન્શન અને જન ધન ખાતાની રકમ ઉપાડવા માટે લાઇનમાં ઉભી હતી. જેની સાથે બીજા ઘણા લોકો લાઇનમાં રાહ જોતા હતા. ગ્રાહક સેવા કેન્દ્રની લાંબી લાઈનમાં વુદ્ધા ઉભી રહી ન શકી, જેથી તેનું મોત થયું.

આ વુદ્ધા લાઈનમાં જ પડી ગઈ, ત્યાં ઉભેલા એક ચોકીદારે મહિલાને પાણી પીવડાવવાની કોશિશ કરી અને તેના મોં પર પાણી છાંટ્યું પણ થોડા સમય પછી મહિલાનું મોત થયું. ગ્રાહક સેવા કેન્દ્રનો સંચાલક દુકાનનું શટર બંધ ,કરી ફરાર થઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details