ઉત્તરપ્રદેશ: લલિતપુરમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જ્યાં એક 65 વર્ષીય વૃદ્ધને માર મારી યૂરિન પીવા પર મજબુર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પીડિત પરીવારે એક સપ્તાહ પહેલા પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ વૃદ્ધ વ્યકતિ અને તેમના પુત્રને ફરિયાદ પરત લેવા મજબુર કરી રહ્યા હતા.
રોડ ગામમાં રહેનાર દલિત વૃદ્ધ અમરે કહ્યું કે, સોનૂ યાદવ નામના એક વ્યકતિએ કપમાં યૂરિન ભરી પીવા માટે મજબૂર કર્યો હતો. જ્યારે વૃદ્ધે ના પાડતા તેના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અમરે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા તેમના પુત્ર પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીઓ સમાધાન માટે મજબુર કરી રહ્યા હતા.