નવી દિલ્હીઃ દેશમાં રવિવાર સુધી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના 64 જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CISF)ના 550 જવાનને કોરોના પોઝિટિવ આવ્યા છે. CISFના 64 કર્મીઓમાંથી 33 મુંબઇમાં, 22 દિલ્હીમાં, 5 કોલકાતામાં, 2 ગ્રેટર નોઇડા અને 2 અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકોમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળમાં 18 નવા કેસ સામે આવ્યા છે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના મુંબઇમાં થયેલા 33 સંક્રમિત જવાનોમાંથી 29 જવાન મુંબઇ એરપોર્ટ પર, બે મુંબઇ બંદરગાહ પર અને એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પર તૈનાત હતા.
દિલ્હીમાં સંક્રમિત કેસમાં 3 દિલ્હી એરપોર્ટ પર અને 19 કેસ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનમાં મળી આવ્યા હતા.
કોલકાતામાં કોરોના વાઇરસના કેસમાં 3 કર્મી કોલકાતા પોર્ટ ટ્રસ્ટ અને બે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડમાં ડ્યૂટી કરી રહ્યા હતા.