રાજસ્થાન: રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વૉટિંગ ન થાય તે માટે ગુજરાતના ધારાસભ્યોને જયપુર લાવવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાતના ધારાસભ્યો અમદાવાદથી જયપુર આવ્યા છે. આ ધારાસભ્યોને રિસીવ કરવા રાજસ્થાન વિધાનસભાના મહેશ જોષી હાજર રહ્યા હતા. ધારાસભ્યોની સુરક્ષા વ્યવસ્થાને લઈ જયપુર એરપોર્ટ પર પોલીસ સિવાય અધિકારીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્યોને ચુસ્ત બંધોબંસ્ત સાથે આમેર સ્થિત શિવ વિલાસ રિસોર્ટ લઈ જવામાં આવ્યા હતા. શનિવારે 14 ધારાસભ્યો, રવિવારે 23, આજે કુલ 63 ધારાસભ્યો જયપુર પહોચ્યાં છે.
ધારાસભ્યોની રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતની સાથે રાજ્યસભાની ચૂંટણીને લઈ ચર્ચા થશે. આ દરમિયાન જયપુર એરપોર્ટ પર ધારાસભ્યો અને રાજ્યસભાના ઉમેદવારોની સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ સિવાય અધિકારી પણ હાજર રહ્યા હતા. પોલીસની સુરક્ષામાં ધારાસભ્યોને રિસોટ લાવવામાં આવ્યા હતા.