ઉત્તર પ્રદેશ: રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ અમિત મોહન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કુલ સક્રિય કેસ 1756 છે અને ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 656 છે. ત્યારે આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે 64 જિલ્લામાંથી કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, તેમાંથી 6 જિલ્લા એવા છે કે જેમાં કોઈ સક્રિય કેસ હવે નથી.
અમિત મોહન પ્રસાદે કહ્યું કે, ગઈકાલે પણ 11 પ્રયોગશાળાઓ દ્વારા પૂલ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 331 પુલોમાં 1607 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું, જેમાંથી 23 પૂલ પોઝિટિવ મળ્યાં છે.