હૈદરાબાદ: સોમવારે તેલંગાણામાં કોરોનાથી પીડિત એક દર્દી મોત થયું છે. તો બીજી તરફ વધુ 61 કેસ કોરેના પોઝિટિવ નોંધાયા છે. તેની સાથે કોરોના દર્દીઓની સંખ્યા 592એ પહોંચી છે.
રાજ્યમાં વાઈરસના કારણે 17 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
રાજ્યના કુલ 592 કેસોમાંથી, 103ના ઇલાજ થયા છે, જ્યારે 472 લોકો સારવાર હેઠળ છે.
COVID-19 પરના એક બુલેટિન મુજબ, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) માં રાજ્યમાં 216 જેટલા સક્રિય કેસ નોંધાયા છે.
GHMCમાં મોટાભાગના કેસ નોંધાયા હોવાના કારણે હૈદરાબાદ જિલ્લાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વાઈરસથી પ્રભાવિત વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સોમવારે આરોગ્ય પ્રધાન ઇ રાજેન્દ્ર સાથે બેઠક યોજનારા મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે અધિકારીઓને GHMC પર વધુ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો.