ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"એક કનિકા આ પણ છે" જેણે પોતાની પિગી બેંક પોલીસને દાન આપી... - કોરોના વાઈરસ મધ્ય પ્રદેશ ન્યૂઝ

કોરોના વાઈરસ વિરુદ્ધ લડવા માટે લોકો ઉત્સાહભેર યોગદાન કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાની 6 વર્ષની કનિકાએ પોતાની પિગી બેંકમાંથી ગરીબ મજૂરો માટે દાન કર્યું છે.

6 years old girl donate piggy bank savings for fight against coronavirus
6 વર્ષની કનિકાએ પિગી બેંક દાનમાં આપી

By

Published : Mar 31, 2020, 10:59 PM IST

ડિંડોરી/મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશની 6 વર્ષની કનિકા જૈને સાબિત કર્યું છે કે, મુસીબતના સમયમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ સમાજને મદદરુપ થઈ શકે છે. કનિકાના પિતા સોનૂ જૈન રેડિયમ આર્ટનું કામ કરે છે. છેલ્લા 2 વર્ષથી કનિકા પોતાના પિતા દ્વારા મળેલા રુપિયા પિગી બેંકમાં જમા કરતી હતી. કોરોના વાઈરસથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. એ પછી યુવા હોય કે વૃદ્ધ. સમગ્ર દેશમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં નાના બાળકો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વર્તમાન પરિસ્થિતિ જોઈને કનિકાને પણ ચિંતા થઈ. કનિકા તેના પિતા સાથે ગઈ અને પિગી બેંક પોલીસને દાન આપી. આ પિગી બેંકમાં 3751 રુપિયા હતા. પોલીસ અધિકારીઓએ કનિકાના વખાણ કર્યાં. આ ઉપરાંત, પોલીસ અધિકારીએ કનિકાનો ઉત્સાહ વધારવા માટે ભેટ પણ આપી. કનિકાના પિતા સોનૂ જૈન પણ દીકરી દ્વારા કરાયેલા સેવા કામથી ખુશ છે અને તેમણે ગરીબ મજૂરોની મદદ માટે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details