મળતી માહિતી મુજબ, શનિવારે બપોરના ત્રણ વાગ્યા સુધી બાળકી સ્કૂલમાં જોવા મળી હતી. ત્યારબાદ તે ગૂમ થઈ હતી. બાદમાં બાળકીનો મૃતદેહ રવિવારના રોજ સવારે ઝાખરાંમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસને તેની જાણ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ દ્રષ્ટિએ તો 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના જ બેલ્ટ દ્વારા ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.
બેટી બચાવો: રાજસ્થાનમાં 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળુ કાપી નાખ્યું - 6 year old girl murdered in Tonk
રાજસ્થાન: હૈદરાબાદમાં મહિલા ડોકટરની ઘટના પડઘા હજુ શાંત થયા નથી, ત્યાં રાજસ્થાનના ટોંક જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ કર્ણાટકમાં પણ ટ્રક ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.
Rajasthan
ઉલ્લેખનીય છે કે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલ્યો છે. ઘટના બાદ પરિવારજનોએ આરોપીને પકડીને કડક સજા કરવાની માગ કરી છે.
તો બીજી તરફ કર્ણાટકની એક મહિલા સાથે ટિહરી જિલ્લાના ટ્રક ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું હતુ. પોલીસે પીડિતાને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવરે લીફ્ટ આપવાને બહાને દુષ્કર્મ આચર્યું હતુ. હાલમાં પીડિતાને જિલ્લા મથકના વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. પીડિતાના પરિવારને પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.