નવી દિલ્હી: રાજધાની નારાયણામાં ગુરુવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં ક્લસ્ટર બસ અને સ્કૂલ બસ ટકરાઈ હતી, જેમાં 6 બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સાથે જ બાળકોના અકસ્માતની જાણકારી મળતા પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
દિલ્હીની બે બસ ટકરાતા, 6 વિદ્યાર્થી ઘાયલ - સ્કૂલ બસ અને ક્લસ્ટર બસ
દિલ્હીના નારાયણ વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક સવારે ક્લસ્ટર બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાતા હતો. જેમાં 6 બાળકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
સ્કૂલ બસને નુકસાન તમે જોઈ શકો છો કે, કેવી રીતે સ્કૂલ બસ વચ્ચેના રસ્તા પર પલટી ગઈ છે, ક્લસ્ટર બસનો આગળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. નારાયણ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, અકસ્માત ફાયર સ્ટેશન નજીક થયો હતો, જેના કારણે તેમને સવારે 7 વાગ્યે અકસ્માતની જાણકારી મળી હતી. જે બાદ ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને બસોને રસ્તા પરથી હટાવ્યાં હતાં. અને ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
આ જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અકસ્માતને કારણે સ્કૂલ બસમાં બેઠા હતા ત્યારે 6 બાળકો ઘાયલ થયા હતા. જેને હાજર લોકોએ તાત્કાલિક કપૂર હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. હાલમાં ક્લસ્ટર બસમાં કોઈ મુસાફરો હાજર હતા કેકેમ તેની પુષ્ટિ થઈ નથી. પોલીસ સ્થળ પર જઈ તપાસ કરી રહી છે કે, આ અકસ્માત ભૂલથી થયો છે કેમ?