મધ્યપ્રદેશ : ધરા જિલ્લામાં ગંભીર અક્સમાત સર્જાયો છે. આ અક્સમાતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલામાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે મજૂરો ભરેલા એક પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો.
ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા વાહનને નડ્યો અક્સમાત, 6ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા વિસ્તારમાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મજૂરો ભરેલા પિકઅપ વાહને ટેન્કરને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે.
પિકઅપ વાહનમાં પંચર પડતા રોડ પર ઉભો હતો. તે દરમિયાન પાછળથી મજૂરો ભરીને આવી રહેલા વાહને ટક્કર મારતા 6 લોકોના મોત થયા છે. તેમજ 24 મજુરો ઘાયલ થયા છે.
આ સમગ્ર ઘટનામાં 4 મજૂરોના મોત ઘટના સ્થળ પર જ થયા છે. તો 2 લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ધાર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બધા જ મજૂરો ઘાર જિલ્લાના ટાંડાના રહેવાસી છે. ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. હાલમાં આ સમગ્ર મામલે તિરલા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.