ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના સિરોહીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 6 લોકોનાં મોત - rajsthan accident

રાજસ્થાનના સિરોહીના ગોયલી-જાવાલ માર્ગ પર શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો અને ઓટો રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

accident
accident

By

Published : Jul 17, 2020, 9:59 PM IST

જયપુર: રાજસ્થાનના ગોયલી-જાવલ રોડ પર શુક્રવારે મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બોલેરો કેમ્પર અને ઓટો ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં ઓટો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, જેની રાજ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટના બાદ જિલ્લા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની માહિતી લીધી હતી.

મળતી માહિતી મુજબ સિરોહીનો એક ઓટો જાવાલ તરફ જઈ રહ્યો હતો, આ સમય દરમિયાન, સામેથી આવતા બોલેરો કેમ્પરે ગોયલી નજીક પહોંચતાની સાથે જ તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે ત્રણ વખત ઓટો પલટાઇ ગઈ હતી.

અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલાઓ, એક કિશોર અને એક યુવક હોવાનું મનાય છે.

ABOUT THE AUTHOR

...view details