ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્દોરમાં 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત - ઇન્દોરમાં રોડ અકસ્માત

ઈન્દોરઃ છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માતો વધી રહ્યા છે. જેમાં વધુ  એક ઉમેરો થયો છે. ઈન્દોરના તેતાજી નગર પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર સવાર અને 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હૉસ્પિટલ ખસેડ્યાં હતા.

ઈન્દોરમાં રોડ અકસ્માતમાં 6 લોકોના મોત

By

Published : Oct 29, 2019, 5:38 PM IST

ઈન્દોરના તેજાજી નગર પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માતો સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત 5 લોકોની મોત થયું છે અને 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને તેમાંથી એક આર્મી અધિકારી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ઘરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની એમ.વાય હૉસ્પિટલમાં પહોંચાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈન્દોરમાં રોડ અકસ્માતમાં 6 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી રોડ અકસ્માતની સંખ્યામાં વધારો નોંઘાયો છે. અત્યારસુધી 12 લોકોનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જેથી અકસ્માતના વધતાં આંકડાને ધ્યાનમાં રાખી તંત્ર ચોક્કસ પગલાં તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details