ગુજરાત

gujarat

By

Published : May 18, 2020, 5:07 PM IST

ETV Bharat / bharat

ઓપ્પો કંપનીના 6 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

નોઈડામાં મોબાઇલ કંપની ઓપ્પોના 6 કર્મચારીઓ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કંપનીમાં તમામ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.

ઓપ્પો કંપનીના 6 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઓપ્પો કંપનીના 6 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

નોઈડા: પાટનગર દિલ્હીની પાસે આવેલા નોઈડાના લુકસર ગામમાં આવેલી ઓપ્પો કંપનીમાં છ કર્મચારીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ કંપનીમાં મોબાઈલ બનાવવાનુ કાર્ય સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે લોકડાઉન દરમિયાન કોઈ પણ કંપનીને ખોલવાની મંજૂરી નહોતી. પરંતુ 9 તારીખએ નવી ગાઇડલાઈન આવી હોવાથી ઓપ્પો કંપનીમાં કામ શરૂ થઈ ગયું હતું. પરંતુ રવિવારે કંપનીના કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા કંપનીમાં કાર્ય બંધ કરાયું છે.કંપનીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાનું કામ ચાલી રહ્યું છે. આ કંપનીમાં લગભગ 5,000 કર્મચારીઓ કામ કરે છે. જે બાદ તમામ કર્મચારીઓની તપાસ કરવામાં આવી રહી છે અને કંપનીમાં સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details