પટનાઃ બિહારના વિભિન્ન જિલ્લામાંથી પોલીસે તબલીઘી જમાત સાથે જોડાયેલા 57 વિદેશી નાગરિકોના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસમાં મંગળવારે ધરપકડ કરી હતી.
પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી ઉપેન્દ્ર શર્માએ જણાવ્યું કે, કિર્ગિસ્તાન નિવાસી કુલ 17 લોકો પર્યટન વિઝા પર ભારત આવ્યા હતા અને વિઝા નિયમનું ઉલ્લંઘન કરતા ધાર્મિક પ્રચાર કાર્ય કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, આ લોકો વિરૂદ્ધ વિદેશી અધિનિયમ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે અને જેલમાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 23 માર્ચે પોલીસે આ લોકોને પટનાના દીઘા અને ફુલવારીશરીફ પોલીસ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને પટના એમ્સમાં મેડિકલ તપાસ કરવા હતી. જેમાં કોરોના વાઇરસના સંક્રમણ ન મળવાથી તેને અલગ અલગ જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.