પટનાઃ બિહારમાં પોલીસે રવિવારે લોકડાઉનના ભંગ કરવા બદલ 53 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે 416 વાહનો જપ્ત કર્યા હતા. અધિક પોલીસ મહાનિર્દેશક જિતેન્દ્રકુમારે મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યમાં આદેશો પર લાદવામાં આવેલા લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 53 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 45 કેસ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 416 વાહનો કબજે કર્યા અને 11,34,500 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
બિહારમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 53 લોકોની ધરપકડ, 416 વાહનો જપ્ત - violating lockdown
બિહારમાં રવિવારે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 53 લોકોની પોલીસે ધરપકડ કરી અને 416 વાહન જપ્ત કર્યા હતા. 24 માર્ચથી આજ સુધી લોકડાઉનનો ભંગ કરનાર 180 લોકોની ધરપકડ કરાઈ છે.
બિહારમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 53 લોકોની ધરપકડ, 416 વાહનો જપ્ત
બિહારમાં 24 માર્ચથી આજ સુધી લોકડાઉનના ઉલ્લંઘન કરનારા 180 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 310 કેસ નોંધાયા હતા. તેમજ 4940 વાહનો કબ્જે કર્યા અને 98,26,150 રૂપિયા દંડ તરીકે વસૂલ કરવામાં આવ્યા છે.