10માં સમુહમાં 5273 અમરનાથ યાત્રીઓ છે. આ બધા યાત્રીઓ 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત અમરનાથ ગુફા તરફ ચઢાણ શરૂ કર્યું છે. આ તમામ બેસ કેમ્પથી રવાના થયા છે.
યાત્રા શરૂ થયા બાદ અત્યારસુધી ભગવતી નગર બેસ કેમ્પથી 47,546 યાત્રીઓ જમ્મુથી રવાના થયા છે અને તે સાથે જ પહેલો જથ્થો રવાના થયો છે. આ યાત્રા 46 દિવસો સુધી ચાલશે અને યાત્રી પહલગામ અને બાલટાલના રસ્તેથી અમરનાથ સુધી પહોંચશે.
મંગળવારે સાંજ સુધી 1,21,196 બાબા ધામ સુધી પહોંચ્યા હતા અને પૂજા- અર્ચના કરી હતી. આ સ્થાન પર સ્વયંભૂ બનેલા શિવલિંગ છે અને જેના દર્શન માટે લોકો દેશના ખૂણે-ખૂણેથી આવતા હોય છે.