ભવિષ્યમાં બનવા માગે છે આઈએએસ !
અલી હમજાએ જણાવ્યું હતું કે, મોટો થઈને તે આઈએએસ ઓફિસર બની સમાજની સેવા કરવા માગે છે. ઉપરાંત તે પોતાના માતા-પિતાની પણ સેવા કરવા માગે છે. તેને એક હજારથી પણ વધુ પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ રહે છે.
બિહાર: પાંચ વર્ષનો 'ગૂગલ બૉય', તમામ પ્રશ્નના જવાબ આપે છે બિંદાસ્ત - તમામ પ્રશ્નના જવાબ આપે છે બિંદાસ્ત
નાલંદા: અમુક પ્રશ્નો એવા હોય છે કે, તેના જવાબ આપવામાં મોટા મોટાને પરસેવો છૂટી જાય છે, પણ બિહારના નાલંદા જિલ્લામાં એક બાળક એવું પણ છે, જે તમામ પ્રશ્નોના જવાબ બિંદાસ્ત આપે છે. બિહારશરીફના કુલસુમ નગરના રહેવાસી અંજાર આલમના 5 વર્ષીય દિકરા અલી હમજાને તેમના વિસ્તારમાં ગૂગલ બૉય તરીકે ઓળખે છે. નર્સરીમાં ભણી રહેલા અલીને કોઈ પણ પ્રશ્ન પૂછો, તેનો જવાબ તુંરત જ આપે છે.

google boy ali hamza
પાંચ વર્ષનો 'ગૂગલ બૉય', તમામ પ્રશ્નના જવાબ આપે છે બિંદાસ્ત
માત્ર 2 વર્ષની ઉંમરમાં જ લાગી હતી ભણવાની ઘેલછા !
અલી હમજાની માતા શાઝિયા સુલ્તાન જણાવે છે કે, અલીને ભણવાની ઘેલછા 2 વર્ષનો હતો ત્યારથી છે. તે એટલા બધા પ્રશ્નો પુછે છે કે, ક્યારેક તો ઘરના લોકો અને તેની શાળા શિક્ષકોની પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તેની યાદશક્તિ એવી છે કે, એક વખત સાંભળી લીધા બાદ તે વાત તેને યાદ રહી જાય છે. જે ક્યારેય ભૂલતો નથી.