ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની સ્વામી દયાનંદ હોસ્પિટલમાં બે ડૉક્ટર્સ સહિત 5 લોકોનો સ્ટાફ કોરોના પોઝિટિવ - Swami Dayanand Hospital

પૂર્વી દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ જીટીબીને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ત્યારે તેની અસર બાજુમાં આવેલી સ્વામી દયાનંદ હોસ્પિટલ પર પણ પડી છે. તે હોસ્પિટલના 2 ડૉક્ટર સહિત કુલ 5 સ્ટાફ કોરોના સંક્રમિત બન્યા છે.

દિલ્હીની સ્વામી દયાનંદ હોસ્પિટલમાં બે ડોકટરો સહિત 5 સ્ટાફ કોરોના પોઝિટિવ
દિલ્હીની સ્વામી દયાનંદ હોસ્પિટલમાં બે ડોકટરો સહિત 5 સ્ટાફ કોરોના પોઝિટિવ

By

Published : Jun 9, 2020, 8:04 PM IST

નવી દિલ્હી: જીટીબી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ બન્યા પછી, આઈસીયુ દર્દીઓ સાથે મોટી સંખ્યામાં દર્દીઓ પણ બાજુમાં આવેલા સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. મળતી માહિતી મુજબ કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓ પણ જીટીબીથી સ્વામી દયાનંદ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દર્દીઓની હાલત એટલી નાજુક હતી કે, તેમને અન્ય જગ્યાએ રિફર કરી શકાતા ન હતા. ત્યારબાદથી હોસ્પિટલના આઈસીયુ ઇન્ચાર્જ કોરેન્ટાઇન થયા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


હોસ્પિટલના મેડિકલ સુપરવાઈઝર ડૉ.રાની ખેડવાલ કહે છે કે, હોસ્પિટલમાં આઈસીયુ ઇન્ચાર્જ સિવાય એક સિનિયર સીટીઝન અને ત્રણ નર્સિંગ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ કહે છે કે, હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 10 સ્ટાફ કોરોના સંક્રમિત છે. તેમાંથી પાંચ કોરોના ને માત આપી સ્વસ્થ થયા છે. તેમજ તેમને ફરી ડ્યૂટી જોઈન કરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details