મુરાદાબાદ: ઉત્તર પ્રદેશની મુરાદાબાદ ડિસ્ટ્રિક્ટ જેલમાં પાંચ કેદીઓ કોરોના પોઝિટિવ જણાયા બાદ હોબાળો મચ્યો હતો. કેદીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની માહિતી મળ્યા બાદ જેલના 10 કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોરોના ચેપગ્રસ્ત કેદીઓની માહિતી મળતા જ 10 કર્મચારીઓને અલગ કરવામાં આવ્યા છે. જેલમાં બંધ કેદીઓ સાથે સંપર્કમાં રહેલા આ કર્મચારીઓના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
જેલ અધિકારીઓ CCTV કેમેરાના રેકોર્ડિંગ દ્વારા કેદીઓના સંપર્કમાં આવતા અન્ય જવાનોની પણ શોધ કરી રહ્યા છે. મોડી સાંજે DM-SSP પણ જેલમાં ગયા હતા અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.