આગ્રાઃ જિલ્લાના સિકંદરા વિસ્તારના નેશનલ હાઇવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગત્ત રાત્રેની આ ઘટનામાં રસ્તાના કિનારે સૂતેલા પાંચ લોકો પર ટ્રક ફરી વળ્યો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા.
આગ્રા નજીક રસ્તા પર સૂતેલા પાંચ લોકોને ટ્રકે કચડ્યાં, પાંચેયના મોત - Agra Road Accident
આગ્રા નજીક નેશનલ હાઇવે 2 પર સૂતેલા પાંચ લોકોને એક ટ્રકે અડફેટે લેતા આ તમામના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.
Road Accident
આ અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલ પોલીસે ટ્રક ડ્રાઇવર અને પરિચાલકની ધરપકડ કરી છે.