ગુવાહાટીઃ આસામમાં સતત વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રાના પૂરથી 24 જિલ્લા ડૂબી ગયા છે અને 25 લાખથી વધુ લોકોને અસર થઈ છે. આ દરમિયાન મૃત્યુઆંક 89 પર પહોંચી ગયો છે.
#AssamFlood : આસામમાં વિનાશક પૂર, 24 જિલ્લાના 25 લાખ લોકો અસરગ્રસ્ત, જુઓ ભયાનક દ્રશ્યો - આસામ ન્યૂઝ
આસામમાં સતત વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ જોખમી નિશાનીથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રાના પૂરથી 24 જિલ્લા ડૂબી ગયા છે અને 25 લાખથી વધુ લોકોને અસર થઈ છે. આ દરમિયાન મૃત્યુઆંક 89 પર પહોંચી ગયો છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આસામ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન લાચાર ગ્રામજનોને રાહત સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, વિનાશક પૂરથી લગભગ 37, 337 ગામો અસરગ્રસ્ત થયા છે. જેમાં ધેમાજી, લખીમપુર, બિસ્નાથ, સોનીતપુર, દરંગ, બકસા, નલબારી, બારપેટા, ચિરંગ, બોંગાઇગાંવ, ટીનસુકિયા વગેરે મુખ્યત્વે પૂરથી અસરગ્રસ્ત છે. આ સમયે કાઝીરંગા નેશનલ પાર્કનો 80 ટકા ભાગ પણ પૂરના પાણીમાં ડૂબી ગયો છે.