શ્રીનગર : ઉતરી કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમા રેખા પાસે ઘુસપેઠ કરી રહેલા આતંકવાદીનું ગૃપ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. જ્યારે એન્કાઉન્ટરમાં 5 આતંકવાદી ઠાર કરાયા છે.
આ સમગ્ર મામલે અધિકારીઓએ રવિવારે જાણકારી આપી હતી. આ તકે શ્રીનગરમાં રક્ષા પ્રવક્તાએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, સેનાના ત્રણ જવાન કેરન વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. જે સમગ્ર વિસ્તાર કુપવાડા જિલ્લામાં આવે છે.