ગુજરાત

gujarat

By

Published : May 15, 2019, 12:15 PM IST

ETV Bharat / bharat

SAMSUNG કંપનીના 5 કર્મચારીઓ જેલમાં ધકેલાયા, કંપનીમાંથી કરી હતી લાખોની ચોરી

નવી દિલ્હીઃ સૈમસંગ કંપનીના 5 કર્મચારીઓની નોઇડા પોલીસએ ધરપકડ કરી છે. આ કર્મચારીઓ પર કંપનીનો સામાન ચોરી અને લાખો રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે.

SAMSUNG કંપનીના 5 કર્મચારી ચાર્જર ચોરી કરતા રંગે હાથે ઝડપાયા

સૈમસંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જ લાખો રૂપિયાના સામાનની ચોરી કરી અને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આરોપીઓને કંપનીના અધિકારીઓએ સામાન સાથે ઝડપી લીધા હતા અને પોલીસને સોંપી દીધા હતા.આ બનાવમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી અને સામાન પણ જપ્ત કર્યો હતો.

આ બનાવમાં નોઇડાના પોલીસ સ્ટેશનના ફેસ-2નો વિસ્તાર સૈમસંગ કંપનીનો છે. જ્યાં પાછલા ઘણા સમયથી કામ કરનારા કેટલાક કર્મયારી કંપનીનો સામાન ચોરી કરતા હતા.

આ ચોરીની ખબર કંપનીના અધિકારીઓને થઇ એટલે તેઓએ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. આ બનાવની તપાસ અત્યારે ચાલી રહી છે કે, કંપનીના અધિકારીઓ એ 5 કર્મચારીઓને કંપનીના ચાર્જરની ચોરી કરતા પકડી લીધા હતા.

322 ચાર્જર પકડાયા હતા જેની બજાર કિંમત લગભગ 2 લાખ જેટલી થાય છે. પોલીસે 5 આરોપીના વિરુદ્ધ કલમ 381 અને 411 ધારા લગાવી આ બનાવની નોંધ કરી જેલ ભેગા કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details