ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના માલદામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5ના મોત અને 10 લોકોને ઇજા - પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટથી મોત

પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 5 લોકોના મોત થયા છે. તેમજ 10 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના માલદામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5થી વધુના મોત
પશ્ચિમ બંગાળના માલદામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5થી વધુના મોત

By

Published : Nov 19, 2020, 2:04 PM IST

Updated : Nov 19, 2020, 5:49 PM IST

  • માલદાની સુજાપુર બસ સ્ટેન્ડ વિસ્તારની પ્લાસ્ટિક ફેક્ટરીમાં વિસ્ફોટ
  • 5 ના મોત જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્ત

કોલકાતા: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલા સુજાપુર બસ સ્ટેન્ડ વિસ્તારની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 5 ના મોત થયા છે, જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકોને સારવાર માટે માલદા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

પ્રત્યેક મૃતકોના પરિવારને 2 લાખની સહાય

મુખ્ય સચિવ અલપન બેનર્જીએ ઘોષણા કરી કે પશ્વિમ બંગાળ રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકોના પરિવારને 2 લાખની સહાય આપી રહી છે. શહેરી વિકાસ પ્રધાન ફિરહાદ હકીમને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે ભાજપા સાસંદ ખગેન મુર્મૂએ વિસ્ફોટની NIA તપાસ કરવા માંગ કરી હતી.

Last Updated : Nov 19, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details