મધ્યપ્રદેશ: રાજગઢ જિલ્લાના સારંગપુર શહેર નજીક ગોપાલપુરા બાયપાસ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્ત લોકોને નજીકની સારંગપુર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
મધ્યપ્રદેશના રાજગઢમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5ના મોત, 5 ઇજાગ્રસ્ત - Rajgarh
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
![મધ્યપ્રદેશના રાજગઢમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5ના મોત, 5 ઇજાગ્રસ્ત RAJGARH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7719404-307-7719404-1592809744271.jpg)
રાજગઢ અકસ્માતમાં 5 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત રાજગઢ અકસ્માતમાં 5 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં બેઠેલા 5 વ્યકિતમાંથી ફકત એક બાળક જ બચ્યો હતો. તેમજ પરિવારના બાકીના સભ્યોના મોત થયાં છે. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.