ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં એક જ પરિવારના 5 બાળકો તળાવમાં ડૂબ્યા, તમામના મોત - 5 children death to Drown

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં એક જ પરિવારના પાંચ બાળકોના તળાવમાં ડૂબવાથી મોત થયા છે.

west bengal, Etv Bharat
west bengal

By

Published : Jul 16, 2020, 7:40 AM IST

Updated : Jul 16, 2020, 8:23 AM IST

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમા એક જ પરિવારના પાંચ બાળકોના મોત થયા છે. તળાવ નજીક રમવા ગયેલા બાળકો રમતાં રમતાં તળાવમાં પડી ગયા હતાં.

મુર્શીદાબાદમાં તળાવ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો રમતાં રમતાં તળાવમાં પડી ગયા હતાં. તળાવમાં પડતાં જ બાળકો ડૂબવા લાગ્યા હતા અને આખરે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે એક વ્યક્તિ તળાવમાં તરી રહ્યો હતો. આ દરમિયાન તેણે તળાવમાં બાળોકના મૃતદેહ દેખાયાં હતાં. બાદમાં સ્થાનિક લોકોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. આમ, પાંચ સંતાનોને ગુમાવવાથી પરિવારમાં માતમ છવાયો છે.

જો કે, બાળકો એક સાથે કેવી રીતે તળાવમાં પડ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી. મૃતક બાળકોની ઉંમર પાંચથી આઠ વર્ષ વચ્ચેની હતી.

Last Updated : Jul 16, 2020, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details