હૈદરાબાદ: વેલેન્ટાઈન ડેના દિવસે તોડફોડ કરનારા બજરંગ દળના 5 કાર્યકરતાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, 14 ફેબ્રુઆરીના રોજ 10 થી 15 કાર્યકર્તાઓ કટ્ટુપલ્લી વિસ્તારમાં એક દુકાનમાં તોડફોડ કરી હતી.
હૈદરાબાદમાં બજરંગ દળના 5 કાર્યકર્તાઓની ધરપકડ, વેલેન્ટાઈન ડેના દિવસે તોડફોડનો આરોપ - valentines day news
હૈદરાબાદમાં વેલેન્ટાઈન ડેના દિવસે તોડફોડ કરનારા બજરંગ દળના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર જાણકારી પોલીસે આપી છે.
હૈદરાબાદમાં બજરંગ દળના 5 કાર્યકર્તાઓની ધરપકડ, વેલેન્ટાઈન ડેના દિવસે તોડફોડનો આરોપ
કાર્યકર્તાઓએ ઝંડા લહેરાવી અને વેલેન્ટાઈન ડે મનાવવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી મોલમાં પણ તોડફોડ મચાવી હતી. પોલીસને જણકારી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચતા કાર્યકર્તાઓ ફરરા થઈ ગયા હતા. ત્યારે આ 5 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી છે.