ટેરર ફંડીંગનો પર્દાફાશ કરતી મધ્ય પ્રદેશ ATS, 5 આરોપીની ધરપકડ - પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી
મધ્યપ્રદેશ: રાજ્યના સતના જિલ્લામાં ફરી એકવાર ટેરર ફંડીંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાંથી બલરામ સિંહની 2017માં પણ ટેરર ફંડીંગના કેસમાં ધરપકડ થઇ હતી. પોલીસના જણાવ્યાં અનુસાર પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈના કહેવાથી આતંકવાદીઓ માટે ટેરર ફંડિંગનું કામ કરી રહ્યા હતા.
nm
આ આરોપીઓ સતાનમાંથી અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આરોપીઓ પાસેથી પાસ સ્માર્ટફોન, લેપટોપ અને 17 જેટલા પાકિસ્તાની નંબર મળી આવ્યા છે. જેના માધ્યમથી આતંકીઓના ફંડ મેનેજર સાથે વાત કરતા હતા. અન્ય સભ્યોને પકડવા માટે પોલીસે ટીમને છત્રપુરા અને અલ્હાબાદમાં મોકલી છે. પકડાયેલા તમામા આરોપીઓને ભોપાલ ATSને સોંપવામાં આવ્યા છે.