શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ અને ઉધમપુર જિલ્લામાં 4-G સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રાત્રે 9 વાગ્યે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

ગૃહ વિભાગે સત્તાવાર આદેશ સાથે બન્ને જિલ્લામાં ટ્રાયલના આધારે હાઈ સ્પીડ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370 રદ કરી હતી. ત્યારબાદથી ખીણમાં ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેમાં એક પ્રતિબંધ ઈન્ટરનેટ સેવાઓ પર પણ લગાવ્યો હતો.
જો કે, થોડા મહિના બાદ 2-G ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.