ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: 24 કલાકમાં 48 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાઈરસ

આંધ્રપ્રદેશ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 2,205 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંકમાં કોઈ વધારો નોંધાયો નથી. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસને કારણે 49 લોકોના મોત નિપજ્યા છે.

Andhrapradesh
આંધ્રપ્રદેશ

By

Published : May 16, 2020, 1:35 PM IST

આંધ્રપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 2,205 પર પહોંચી ગઈ છે.

આંધ્રપ્રદેશ રાજ્યમાં 1,353 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી જે સારા સમાચાર છે. આધ્રપ્રદેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસે 49 લોકોનો ભોગ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 86,000ની નજીક પહોંચી ગઈ છે. દેશમાં કુલ કેસ 85,940 થયા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કારણે 2,752 લોકોના મોત નિપજ્યા છે.

ABOUT THE AUTHOR

...view details