ઉત્તર પ્રદેશ: દેશભરમાં કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે મજૂરોને વતન પહોંચાડવા બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તુતુ મેમે થઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મહામંત્રીએ બસોની યાદી રજૂ કરી છે. તેમાંથી 460 બસો ભુતિયા છે. આ બસો વિશે કોઈ પુરતી માહિતી આપવામાં આવી નથી.
કોંગ્રેસે આપેલી બસની યાદીમાં 460 બસ બનાવટી છે: દિનેશ શર્મા - yogi adityanath
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસે આપેલી બસની યાદીમાંથી 460 જેટલી બસો નકલી હોવાનું બહાર આવ્યું છે. રાજસ્થાન સરકારે આપેલી બસોમાં 297 ભંગાર હાલતમાં છે. જે રસ્તા પર ચલાવવા લાયક નથી. શું આપણે કામદારોના જીવન સાથે રમત કરવી જોઈએ?
નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસે બસોની માંગણી કરી હતી. આ રાજસ્થાન સરકારે બસ ફાળવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે, યુપી સરકાર પાસે 27 હજાર બસો છે. ગેહલોત સરકાર બસો ફાળવવા માંગતી હોય, તો મહારાષ્ટ્ર અને પંજાબને બસ ફાળવવી જોઈએ.
બુધવારે લોક ભવનમાં આયોજિત પત્રકાર પરિષદમાં દિનેશ શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસના મહાસચિવની દરખાસ્ત પર તેમને લખનઉમાં બસ ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસે આ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી. ત્યારબાદ તેમની માંગ પ્રમાણે તેમને નોઈડા, ગાઝિયાબાદમાં બસો આપવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે બસની સૂચિનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે 460 જેટલી બસો નકલી હોવાનું બહાર આવ્યું છે. રાજસ્થાન સરકારે આપેલી બસોમાં 297 ભંગાર હાલતમાં છે. જે રસ્તા પર ચલાવવા લાયક નથી. શું આપણે કામદારોના જીવન સાથે રમત કરવી જોઈએ? આ બસોમાં 98 ઓટો, કાગળ વિના 68 વાહન છે. પ્રશ્ન ઉભો થાય છે કે, શું રાજસ્થાન સરકાર તેની બસોનો ઉપયોગ રાજકીય પક્ષ માટે કરી શકે છે. આ બંધારણમાં આ બાબતે કોઈ જોગવાઈ નથી.