ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કટોકટીના 45 વર્ષ: સ્વતંત્ર ભારતના આ વિવાદાસ્પદ સમયગાળા તરફ એક નજર

45 વર્ષ પહેલા 1975માં જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટીની ઘોષણા કરી હતી એ સમય દેશ માટે ઘેરો અને અંધકારમય તબક્કો રહ્યો હતો. રાષ્ટ્રપતિ  ફખરૂદ્દીન અલી અહમદ દ્વારા બંધારણની કલમ 352 (1) હેઠળ કટોકટી જાહેર કરવામાં આવી હતી,  જે 25 જૂન 1975થી  21 મહિના સુધી એટલે કે માર્ચ 1977 સુધી લાગૂ કરવામાં આવી હતી.

India
વડાપ્રધાન ઇન્દિરા ગાંધી

By

Published : Jun 25, 2020, 11:13 AM IST

હૈદરાબાદ: 25મી જુન 1975ના રોજ જેપી નારાયણે વડાપ્રધાનના રાજીનામાની માંગણી સાથે આજ્ઞા ભંગની ચળવળ ચલાવી હતી. જેના પરિણામે સતાધીશોએ આંતરિક સુરક્ષાના મામલે 26 જૂનના રોજ 100થી વધારે લોકોની ધરપકડ કરાવી હતી. જેમાં ઇન્દિરા ગાંધી અને તેમના પક્ષનો વિરોધ કરનારાઓમાં જેપી નારાયણ, રાજ નારાયણ , જ્યોતિમોય બાસુ (કોમ્યુનિસ્ટ પાર્ટી), સમીર ગુહા (જન સંઘના પ્રમુખ)ની ઇમરજન્સી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

ઇમરજન્સી સમયની કટોકટીની રૂપરેખા

· 1 લી જુલાઈ, 1975,- આર્થિક અને સામાજિક સુધારા:નાગરિક સ્વાતંત્ર્યને સ્થગિત કરવામાં આવ્યું અને સરકારે ફરજિયાત જન્મ નિયંત્રણ કાર્યક્રમ રજૂ કર્યો. કટોકટી દરમિયાન શ્રીમતી ગાંધીના 20-પોઇન્ટ પ્રોગ્રામમાં જમીન વિહોણા મજૂરો, નાના ખેડુતો અને ગ્રામીણ કારીગરોના હાલના દેવાને ઘટાડવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં તેમને વૈકલ્પિક ધિરાણ આપવાનું, બંધાયેલ મજૂરીને નાબૂદ કરવા અને હાલના કૃષિ જમીન છત કાયદાઓને અમલમાં મૂકવાની યોજના છે. તે જમીન વિહોણા મજૂરો અને નબળા વર્ગને મકાનોની સાઇટ પ્રદાન કરે છે અને તેમાં કૃષિ મજૂરીના લઘુતમ વેતનમાં સુધારો થયો છે. આ પ્રોગ્રામ દ્વારા કિંમતોમાં ઘટાડો કરીને, કરચોરી અને દાણચોરીને અટકાવવા, ઉત્પાદન વધારવું અને જરૂરી ચીજવસ્તુઓના વહેંચણીને સુવ્યવસ્થિત કરીને હેન્ડલૂમ ઉદ્યોગને વિશેષ સહાય પૂરી પાડવામાં આવી છે. તેનાથી રૂ .8000 સુધીની આવકવેરા છૂટની મર્યાદા અને ઉદારીકરણની કાર્યવાહીની પ્રક્રિયામાં વધારો થયો.

જુલાઈ 4, 1975- ચાર પક્ષો પર પ્રતિબંધ મૂક્યો: ભારત સરકારે ચાર મોટી ધાર્મિક, રાજકીય અને ક્રાંતિકારી પક્ષો અને તેમની સાથે જોડાયેલા 22 પક્ષોને પ્રતિબંધિત કર્યા. આ પક્ષોમાં અનાદ માર્ગ, રાષ્ટ્રીય સ્વયંસેવક, નક્સલવાદીઓ અને જમાત-એ-ઇસ્લામી-એ-હિન્દનો સમાવેશ થાય છે.

ઓગસ્ટ 3, 1975:ઈન્દિરા ગાંધીને 12 જૂન, 1975ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી મુક્ત કરવા માટે રીપ્રેઝન્ટેટીવ ઓફ પીપલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો.

4 ઓગસ્ટ, 1975: -કટોકટીની ઘોષણા પછી ભારતમાં ઓછામાં ઓછા 50,000 અથવા વધુ લોકોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.

15 ઓગસ્ટ, 1975:- બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનની હત્યા બંગલાદેશના સૈન્ય નેતાઓએ કરી હતી અને આ ઘટનાથી ભારતમાં નવી બાહ્ય સમસ્યાઓ ઉભી થઇ હતી.

15 સપ્ટેમ્બર, 1975:- દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આંતરિક સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવે ત્યારે આરોપો દાખલ કરવા આવશ્યક છે.

26 સપ્ટેમ્બર, 1975:- બંધારણ (39 મો સુધારો) બિલ 1975 એ સંસદની ચકાસણીની બહાર વડા પ્રધાનની પસંદગીને મંજૂરી આપી.

9 મી જાન્યુઆરી, 1976:- ભારતના બંધારણની કલમ 19 દ્વારા ખાતરી આપવામાં આવેલી સાત સ્વતંત્રતાઓને સરકાર સ્થગિત કરે છે.

4 ફેબ્રુઆરી, 1976: -લોકસભાનું જીવન એક વર્ષ વધાર્યું.

નવેમ્બર 2, 1976: -લોકસભાએ ભારતને સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક બનાવે છે અને નાગરિકોની મૂળભૂત ફરજો નિર્ધારિત કરીને 42મું બંધારણ સુધારણા બિલ પસાર કર્યું.

18 મી જાન્યુઆરી, 1976: -રાષ્ટ્રપતિએ લોકસભા વિખેરી દીધી

21 માર્ચ, 1976: -કટોકટી પાછી ખેંચી.

22 માર્ચ, 1976: -જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી

ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઇઓ

ભારતીય બંધારણ રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની કટોકટી જાહેર કરવાની સતા આપે છે. જેમ કે રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને આર્થિક કટોકટી, ભારતના બંધારણમાં કટોકટીની જોગવાઇઓ જર્મનીના વેઇમર બંધારણથી લેવામાં આવી છે. ભારતના બંધારણમાં નીચે પ્રકારની કટોકટોની કલ્પના છે.

કલમ 352 – રાષ્ટ્રીય કટોકટી

કલમ 356 રાજ્યની કટોકટી (રાષ્ટ્પતિ શાસન)

કલમ-360- આર્થિક કટોકટી

વડાપ્રધાન તરીકે ઇન્દિરાના કાર્યકાળમાં સૌથી અંધકારમય તબક્કો

રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ચૂંટણીમાં છેતરપીંડી અને રાજ્ય મશીનરીના ગેરઉપયોગના કેસ દાખલ કર્યા હતા. 1971માં સંસદીય ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી દ્વારા તેઓ પરાજિત થયા હતા.

ત્યારે પ્રથમવાર એવુ બન્યુ હતુ કે વડાપ્રધાનને કોર્ટ દ્વારા ઉલટતપાસ કરવામાં આવી હોય.

અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને ચૂંટણીને રદબાતલ જાહેર કરી હતી , તો લોકસભાની બેઠક પરથી તેમને ઉતારી દીધા હતા.

ઇન્દિરા ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટમા ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ વી.આર કૃષ્ણ અય્યરે 24 જુન 1975ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને સમર્થન આપ્યુ હતુ અને સાંસદ તરીકે ઇન્દિરા ગાંધીને મળેલી તમામ સગવડતાઓ અટકાવવાનો આદેશ આપ્યો હતો અને મતદાન કરવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી હતી.

તદુપરાંત, બંધારણમાં સ્વૈચ્છિક રીતે સુધારો કરવામાં આવ્યો હતો અને બહુમતીને કારણે આ સુધારા માટે મંજુરી મળી હતી. જેમાં અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની ધ્યાનમાં રાખીને સુધારો કરી જાહેર કરવામાં આવ્યુ હતું કે વડાપ્રધાન, રાષ્ટ્પતિ અને ઉપરાષ્ટ્પતિની ચૂંટણીઓ કોર્ટમાં પડકારી શકાશે નહી, આ ઉપરાંત, તે સમયે કોઇ સતાવાર હોદો ન હોવા છંતાય, તે સમયે સંજય ગાંધીએ વહીવટ પર નિયંત્રણ મેળવ્યુ હતુ.

દેશમાં 21 મહિના જેટલી લાંબી કટોકટી

દેશમાં 21 મહિનાના કટોકટીનું લક્ષ્ય “ આંતરિક ખલેલ” ને નિયંત્રણમાં રાખવાનું હતુ. જેના માટે બંધારણીય અધિકારોને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. તો વાણી સ્વતંત્રતા અને પ્રેસની સતાને પરત લઇ લેવામાં આવી હતી. તે સમયે ઇન્દિરા ગાંધીએ મુખ્યત્વે ત્રણ આધારે રાષ્ટ્રીય હિતની દ્રષ્ટ્રિએ આકરા પગલાને ન્યાયી ગણાવ્યા હતા.

પ્રથમ તેમણે કહ્યુ હતું કે જયપ્રકાશ નારાયણ દ્વારા શરુ કરાયેલા આંદોલનને કારણે ભારતની સુરક્ષા અને લોકશાહી જોખમમાં મુકાઇ ગઇ છે.

બીજો તેમનો અભિપ્રાય હતો કે વંચિત લોકોના ઝડપી આર્થિક વિકાસ અને ઉત્થાન માટે જરુર છે.

ત્રીજુ કે તેમણે વિદેશી સતાઓની દરમિયાનગીરી સામે ચેતવણી આપી હતી કે વિદેશી સતા ભારતને અસ્થિર અને નબળી બનાવી શકે છે.

કટોકટી પછીનો સમયગાળો

જાન્યુઆરી 1977માં સરકારે છેવટે માર્ચ 1977માં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતુ.

જેપી નારાયણના નેતૃત્વ હેઠળ વિપક્ષોએ એક નવી પાર્ટી - જનતા પાર્ટીની રચના માટે એક થયા અને આઝાદી પછી પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો. કોંગ્રેસ લોકસભામાં માત્ર 154 બેઠકો જીતી શકી હતી, જ્યારે જનતા પાર્ટીને 295 બેઠકો મળી હતી. (330, તેના સાથી પક્ષો સાથે).

ઇન્દિરા ગાંધી રાયબરેલીથી હાર્યા હતા તેમના પુત્ર સંજય ગાંધી અમેઠીથી હાર્યા હતા.

આ તારણોનો અર્થ એ હતો કે જનતા સરકારના ગૃહમંત્રી ચૌધરી ચરણસિંગે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જેથી ધરપકડ બાદ સીધો મતલબ એ હતો કે ઇન્દિરા ગાંધીને આપમેળે પાર્લામેન્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

જો કે આ યોજના વિનાશક રીતે ઉલ્ટી પડી હતી. ધરપકડને લાંબી ટ્રાયલને કારણે તેમને પ્રજા તરફથી સાંત્વના મળી હતી અને જયનારાયણ સરકારનો વિરોધ થયો હતો.

ઇન્દિરા ગાંધી કટોકટી પૂર્વે તેમના પર લાગેલા કથિત ગેરરીતિઓને તે કોર્ટ અને સરકાર બંનેમાં ખોટી સાબિત કરવામાં સફળ રહ્યા. તેમણે ફરીથી પ્રજા વચ્ચે જઇને ભાષણ કરવાનું શરુ કરી દીધુ હતુ અને કટોકટી દરમિયાન થયેલી ભુલો માટે જનતા પાર્ટી દ્વારા માફી મંગાવવી હતી આમ, જનતા પાર્ટીના ભાંગી પડેલા શાસનની પૃષ્ઠભૂમિમાં રાજકીય પુનરાગમન સાથે આગળ વધીને 1980માં ચૂંટણી માટે મટે મંચ ગોઠવ્યો હતો. અને જેથી ફરીથી તે ઓફિસમાં જોડાયા હતા.

કટોકટીમાંથી શીખ

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કટોકટીએ “ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં વિકૃતિ” હતી

ઇતિહાસકાર જ્ઞાન પ્રકાશે તાજેતરમાં પબ્લીશ કરેલી બુક ઇમરજન્સી ક્રોનીકલ નામના લખેલી પુસ્તકમાં મહત્વની નોંધ ધરાવે છે. જેમાં મૂળભુત અધિકાર, વાણી સ્વતંત્રતા અને લોકશાહીના મુળિયાઓને નાથનારા કાયદા છે. તેવામા કટોકટીના અનુભવ પરથી જાણી શકાય અને જે નાગરિકો માટે ખુબ જ મહત્વના છેં.

ABOUT THE AUTHOR

...view details