નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, લોકલ ટ્રાંસમીશનના 40 કેસ છે. જ્યારે બીજા દર્દીઓ વિદેશથી પરત આવ્યા હતા અથવા તેઓ મરકજના દર્દી છે.કોરોના વાઈરસને લીધે દિલ્હીમાં 6 લોકોના મોત થયાં છે. 5 લોકો 60 વર્ષથી વધારે ઉંમરના હતા અને એકને ગંભીર બિમારી હતી. મરકજમાંથી 2300 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે અને 2-3 દિવસમાં બધાનો ટેસ્ટ થશે.
દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે, નિઝામુદ્દીનના લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે - કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં 445 કોવિડ-19ના કેસ છે. પરિસ્થિતિ કાબૂમાં છે અને કોમ્યુનિટિ ટ્રાંસમીશન થયું નથી.
દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે
વધુમાં કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટર અને નર્સ માટે PPEની અછત છે. કેન્દ્ર સરકારે આ અછતની પૂરતી કરવી પડશે.