વારાણસીઃ ઘર્મ અને આધ્યાત્મિકતાની નગરી કાશી પરંપરાઓનું પણ શહેર છે. આ કારણે અહીં લગભગ 400 વર્ષથી પણ વધુ જૂની રામલીલાનું આયોજન આજે પણ કરવામાં આવે છે. આ પરંપરા જાળવી રાખીને પ્રસિદ્ધ ગોસ્વામી તુલસીદાસ અખાડાએ બુધવારે મુકુટ પૂજા કરીને લીલાની શરૂઆત કરાવી હતી. રામલીલા સમિતિના સભાપતિ ગોસ્વામી તુલસીદાસ અને સંકટ મોચન મંદિરના મહંત પ્રૉફેસર વિશંભર નાથ મિશ્રએ રામલીલાના પાત્રોના મુકુટની પૂજા કરીને લીલાનો શુભારંભ કર્યો હતો. આ રામલીલા 11 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે. રામલીલાનું આયોજન તુલસી ઘાટ પર કરવામાં આવ્યું છે. સીમિત લોકોને જ રામલીલા જોવાની પરવાનગી આપવામાં આવી છે.
જિલ્લાના તુલસી ઘાટ ખાતે 400 વર્ષ જુની પરંપરાને પ્રખ્યાત ગોસ્વામી તુલસીદાસ અખાડાએ ભગવાનનાં પાત્રો સાથે રામલીલાનો શુભારંભ કર્યો હતો. બુધવારે રામલીલાનો પ્રથમ દિવસ હતો. આ દિવસે ધનુષ યક્ષની રામલીલા કરવામાં આવી હતી. ચોપાઈઓ સાથે રામલીલાની શરૂઆત કરવામાં આવી હતી. લીલામાં એકથી એક મહાબલી યોદ્ધાઓ ભગવાન શિવનું ધનુષ ઉઠાવવા માટે પોતાનું બળ બતાવી ધનુષ પાસે ગયા હતા, પરંતુ ત્યાંથી પરાજિત થઇને પાછા ફરતા જોવા મળ્યા હતા.
કોરોનાની અસર