ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતની બસો 400 વિદ્યાર્થીઓને લઈ કોટાથી રવાના, વાંચો વિદ્યાર્થીઓની આપવીતી - લોકડાઉન અસર

કોરોના વાઈરસને લીધે ચાલી રહેલા લોકડાઉનમાં રાજસ્થાનમાં વિવિધ રાજ્યોના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફસાયા હતાં. કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના પણ અનેક છાત્રો હતાં. જેને લેવા ગુજરાત સરકારે બસ મોકલી છે. બસ ત્યાંથી રવાના થઈ ગઈ છે. 400 છાત્રો સાથે સવાર આ બસો અમદાવાદ આવશે.

400-buses-from-gujarat-depart-from
ગુજરાતની બસો 400 વિદ્યાર્થીઓને લઈ કોટાથી રવાના, વાંચો વિદ્યાર્થીઓની આપવીતી

By

Published : Apr 22, 2020, 10:47 PM IST

Updated : Apr 23, 2020, 12:38 AM IST

રાજસ્થાનઃ કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લેવા ગુજરાત સરકારની બસો રાજસ્થાન પહોંચી હતી. આ બસોમાં 400 વિદ્યાર્થીઓ અને તેના પેરેન્ટ્સ સવાર છે. તે બસ ત્યાંથી ગજરાત આવવા રવાના થઈ ગઈ છે. હાલ બધા વિદ્યાર્થીઓને અમદાવાદ લાવવામાં આવશે. ત્યાંથી પોત પોતાના જિલ્લામાં જશે.

ગુજરાતની બસો 400 છાત્રોને લઈ કોટાથી રવાના

પહેલા મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓને રવાના કરવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ ગુજરાતના વિદ્યાર્થીઓને લઈ 15 બસો રવાના થઈ ગઈ છે. આ બસોમાં 400 વિદ્યાર્થીઓ સહિત તેમના પેરેન્ટ્સ સવાર છે. વિદ્યાર્થીઓની ખુશીનો પાર નહોતો. તેમજ વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગુજરાત સરકારે તેમના માટે બસો મોકલી તો રાજસ્થાન સરકારે બસોને આવવા જવા માટે પરવાનગી આપી, બંને સરકારના સહયોગથી અમે અહીંથી નિકળી શક્યા છીએ.

છાત્રોની વ્યથા

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ તેમની વ્યથા જણાંવતા કહ્યું કે, અમે ત્યાં ભણી શકતા નહોતા અને લોકડાઉનને કારણે બધુ બંધ થઈ ગયું હોવાથી ભોજનની પણ સમસ્યા ઉદ્ભવી રહી હતી. તેમજ કેટલાક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે ત્યાં સુરક્ષા અનુભવી રહ્યાં નહોતા.

આ જિલ્લાના વિદ્યાર્થીઓ હતા કોટામાં

કોટામાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વાપી, વડોદરા અને વલસાડ જિલ્લાના છે.

મધ્યપ્રદેશના 2800 વિદ્યાર્થીઓ રવાના

ગુજરાતની બસો 400 છાત્રોને લઈ કોટાથી રવાના
gujarat

ગુજરાજ જેમ મધ્યપ્રદેશના છાત્રો પણ કોટામાં ફસાયા હતાં. મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓના 2800 છાત્રોને લેવા પણ એમપી સરકારે બસો મોકલી હતી. તે બસો પણ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગઈ છે.

Last Updated : Apr 23, 2020, 12:38 AM IST

ABOUT THE AUTHOR

...view details