ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણી: તોડજોડનું રાજકારણ શરૂ, કોંગ્રેસે 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલ્યા - rajasthan

રાજ્યસભાની ખાલી પડેલી ગુજરાતની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપે 3 ઉમેદાવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસને બે ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપ ત્રીજો ઉમેદવાર જાહેર કરતા, રાજ્યમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે. ગુજરાત કોંગ્રેસના 20 ધારાસભ્યોને રાજસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.

40-mlas-of-gujarat-are-also-being-brought-in-rajasthan
રાજ્યસભા ચૂંટણી: જોડતોડનું રાજકારણ શરૂ, કોંગ્રેસે 20 ધારાસભ્યોને રાજસ્થાનમાં શિફ્ટ કર્યાં

By

Published : Mar 14, 2020, 4:48 PM IST

જયપુર: ભાજપ રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને જાહેર કર્યાં છે. જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચવવા માટે રાજસ્થાનના જયપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ધારાસભ્યો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે શનિવાર રાત્રે 8 વાગ્યે મુલાકાત કરશે.

કોંગ્રેસે 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલ્યા

નોંધનીય છે કે, વિધાનસભામાં સંખ્યા બળ પ્રમાણે કોંગ્રેસ અને ભાજપને બે બેઠક મળી શકે છે. પરંતુ ભાજપે ત્રીજો ઉમેદવારા જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. જો કોગ્રેસના 8 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો, ભાજપને ત્રીજી બેઠક મળી શકે છે, જેનાથી બચાવા માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજસ્થાનમાં શિફ્ટ કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details