નવી દિલ્હીઃ પશ્ચિમ વિહાર પૂર્વના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા SHO અને ટીમ દ્વારા આ વિસ્તારમાં આવેલા ક્રોસ રોડ બિયર બાર દ્વારા લોક ડાઉન હોવા છતાં મોડી રાત સુધી બાર ચાલુ રાખવામાં આવતા પોલીસે રેડ પાડી મોટા જથ્થામાં વ્હિસ્કી, બિયર અને હુક્કાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બારના માલિક તનવે સિંઘલને પણ પકડી લેવામાં આવ્યો છે.
દિલ્હીના બિયર બારમાં પોલીસે રેડ કરી 15 યુવતીઓ સહિત 40ની ધરપકડ કરી - દિલ્હીના બિયર બારમાં છોકરીઓની ધરપકડ
દિલ્હીના પશ્ચિમ વિહાર પૂર્વના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ દ્વારા એક બિયર બાર પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં 15 યુવતીઓ અને 25 યુવકોનો સમાવેશ થાય છે.
દિલ્હીના બિયર બારમાં પોલીસે રેડ પાડતા 15 યુવતીઓ સહિત 40ની ધરપકડ
4 દિવસ પહેલા પણ દિલ્હી પોલીસ દ્વારા આવી જ એક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પશ્ચિમ વિહાર વિસ્તારના એક બારમાં રેવ પાર્ટી પર રેડ પાડી મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી. એક તરફ દેશમાં કોરોનાના કહેરથી લોકો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ આવી ઘટનાઓ સામે આવતા દિલ્હીમાં ફરી લોકડાઉન જાહેર કરી દેવામાં આવે તો નવાઈ નહી.