ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાથી ભારતમાં ગરીબીનો ખતરો, ILOનો રિપોર્ટ- 40 કરોડ અસંગઠિત મજૂર ગરીબીમાં ધકેલાશે - લોકડાઉન

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)નો મંગળવારે એક અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસના સંકટથી ભારતના અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા 40 કરોડ શ્રમિકોને ગરીબીમાં ધકેલી શકે છે. કારણ કે, વાઈરસનો સામનો કરવા માટે લોકડાઉન ઉપરાંત અન્ય કેટલાક એવા પગલા ભરવામાં આવ્યાં છે કે, જેની અસર નોકરીઓ અને કમાણી પર થઈ છે.

40-crore-indian-workers-may-sink-into-poverty-due-to-covid-19-ilo
કોરોનાથી ભારતમાં ગરીબીનો ખતરો

By

Published : Apr 8, 2020, 12:00 PM IST

જિનિવાઃ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)નો મંગળવારે એક અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસના સંકટથી ભારતના અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા 40 કરોડ શ્રમિકોને ગરીબીમાં ધકેલી શકે છે. કારણ કે, વાઈરસનો સામનો કરવા માટે લોકડાઉન ઉપરાંત અન્ય કેટલાક એવા પગલા ભરવામાં આવ્યાં છે કે, જેની અસર નોકરીઓ અને કમાણી પર થઈ છે.

ILOના અહેવાલ પ્રમાણે, ભારત એક એવા દેશ છે, જ્યાં મજૂરો એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, ભારત આવા લોકો કોરોનાની અસર વધુ છે અને સરકાર તૈયાર નથી. જીનિવાથી જાહેર થયેલા ILOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના ઈલાજ માટે લોકડાઉન અને અન્ય ઉપાયોને લીધે ભારત, નાઈજીરિયા અને બ્રાઝીલના અર્થતંત્રમાં કામ કરી રહેલા અસંગઠીત મજૂરોને માઠી અસર થશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ઈન્ડેક્સમાં પણ ભારતના લોકડાઉનને સૌથી ઉપર રાખવામાં આવ્યું છે. લોકડાઉનથી શહેરોમાં કાયમી કામ કરી ખાનારા મજૂરોને સૌથી વધારે અસર થઈ છે અને ગામડાઓમાં પરત જવા મજબૂર થવું પડ્યુ છે. એટલું નહીં અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, જે દેશ અગાઉથી જ કુદરતી આપદાઓ, લાંબી લડાઈ તથા વિસ્થાપનનો સામનો કરી રહ્યાં છે, એમની ઉપર આ મહામારીનો માર વધી જશે. આવા દેશના લોકો પાસે સાફ-સફાઈ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. ઓછામાં અહીં શ્રમિકો માટે વર્કપ્લેસ પર એટલી સારી સ્થિતિ નથી.

ILOના અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે, કોરોના મહામારીની વૈશ્વિક સ્તર પર કામના કલાકો અને કમાણી પર ઘણી મોટી અસર થશે. જેને લીધે વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં કામના કુલ કલાકમાં લગભગ 6.70 ટકાનો ઘટાડો થઈ શકે છે. જે 19.50 કરોડ મજૂરોના કામની સમકક્ષ છે. એશિયાના પ્રશાંત ક્ષેત્રમાં 12.50 કરોડ શ્રમિક તેનાથી અસર પામી શકે છે.

ABOUT THE AUTHOR

...view details