અલીગઢ: યુપીના હાથરસમાં એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાના શાંત થઈ નથી, ત્યારે પાડોશી જિલ્લો અલીગઢમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અલીગઢમાં એક 4 વર્ષની બાળકી પર એક સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પટિલમાં ખસેડવામાં આવી છે.
UPના અલીગઢમાં 4 વર્ષની બાળકી સાથે સબંધીએ આચર્યુ દુષ્કર્મ, બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ - બાળકી સાથે દુષ્કર્મ
યુપીના હાથરસમાં એક યુવતી પર સમૂહિક દુષ્કર્મ મામલો હજુ શાંત થયો નથી, ત્યાં પાડોશી જિલ્લો અલીગઢમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
અલીગઢ
સમગ્ર ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થયો છે. પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને કરી હતી. પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું કે, તેમની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે અને તેમના સંબંધી દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.