ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 4 ગુજરાતીઓના મોત થતાં પરિજનોમાં શોક - Etv Bharat

મધ્યપ્રદેશઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ટ્રાફિકના નવા નિયમ લાગુ હોવા છતાં અકસ્માતની ઘટના દરરોજ બનતી રહે છે, ત્યારે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ અનિયંત્રિત ક્રેટા કાર અથડાવાથી કારમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા હતા.

મધ્યપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત
મધ્યપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

By

Published : Nov 26, 2019, 5:19 AM IST

ઓમકારેશ્વર જ્યોર્તિલિંગના દર્શન માટે જઇ રહેલા ગુજરાતીઓને ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં અનિયંત્રિત ક્રેટા ગાડીએ ટ્રકને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 5 લોકોમાં સાવિત્રી પટેલ અને પ્રવિણ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. જ્યારે અન્ય બે અમિષા અને વર્ષા પટેલનું ધાર જિલ્લામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. આ ભિષણ માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ તમામ ગુજરાતીઓ બડસરના છે તેમ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માત

પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીને પરિજનોને સોંપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details