જમ્મુ: પાકિસ્તાને નિયંત્રણ રેખા પર સંધર્ષ વિરામનું ઉલ્લંધન કર્યું હતું. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. જેમાં પાકિસ્તાન સેના આતંકીઓએ ધુસપેઠ કરવા માટે સતત ગોળીબારી કરતી રહી હતી. આમ, અચાનક ગોળીબારી શરૂ થતા ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં પાક સેનાના 4 સોનિકોને ઠાર માર્યા છે.
LOC પર પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની ઠાર
પુંછ જિલ્લાના બાલાકોટ અને મેઢર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ભારતીય સેના પર ગોળીબારી કરી હતી, ત્યારે ભારતીય સેનાએ વળતો પ્રહાર કરતા 4 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે, અનેક સોનિકો ઘાયલ થયા છે. તેમજ કેટલીક પાક ચોકીઓને પણ નુકસાન પહોંચ્યું છે.
Indian Army
ભારત અને પાકિસ્તાન વચ્ચે નવેમ્બર, 2003થી સંઘર્ષ વિરામ લાગુ હતું, પરંતુ પાકિસ્તાન અવાર-નવાર તેનું ઉલ્લંઘન કરે છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરનારા આતંકવાદીઓને કવર કરવા માટે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાકિસ્તાન દ્વારા સરહદ પર સૈનિકો વધારવાના સમાચાર આવ્યા હતાં, પરંતુ પાકિસ્તાને આ સમાચારનું ખંડન કર્યું હતું.