કોંગ્રેસથી ભાજપમાં આવેલા 3 ઉમેદવારો તેમજ વિધાનસભા અધ્યક્ષને મંત્રીમંડળના શપથ લેવા માટે મંત્રીમંડળમાં બેઠક ખાલી હોવી જરૂરી હતું. તેથી મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઇ, વિનોદ પલિયનકર અને જયેશ સાલગાંવકર સાથે જ સ્વતંત્ર ધારાસભ્ય રોહન ખાંતીને રાજીનામું આપવા વિનંતી કરી. પરંતુ આ તમામ ધારાસભ્યોની શપથવિધિ સમારંભ શરુ થયા બાદ પણ તેઓએ રાજીનામું આપ્યું ન હતા, આથી તેમને મંત્રીમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
શનિવારના રોજ મંત્રીમંડળમાં માત્ર એક બિન-ભાજપના પ્રધાન ગોવિંદ ગૌડ જ રહ્યા હતા. આની પહેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પારિકરના સમાધી સ્થળ પર આયોજીત એક બેઠકમાં સરદેસાઈએ સાવંત પર પારિકરના વારસાને હટાવી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સરદેસાઇએ તેમને અને ભાજપના સાથીદારોને દગો આપવા માટે કેન્દ્રીય નેતૃત્વને દોષિત ઠેરવ્યા હતા. આ ઘટનાક્રમને 'ગોવાનો રાજકીય દુષ્કર્મ' કહેવામાં આવી.