પ્રયાગરાજઃ યુપીના પ્રયાગરાજ જિલ્લામાં પ્રીતમનગરમાં એક જ પરિવારના ચાર સભ્યોની દિન દહાદે હત્યા થવાથી પંથકમાં ચકચાર મચી છે. લોકડાઉનના સમયમાં જ્યારે લોકો ઘરમાંં જ બંધ છેે તો બીજી બાજુ અપરાધના બનાવો પણ સામે આવી રહ્યાં છે.
યુપીમાં એક જ પરિવાના 4 સભ્યોની ધોળા દિવસે હત્યા, કારણ અકબંધ - crime news of prayagraj
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક પરિવારના ચાર સભ્યોની ધોળા દિવસે હત્યા થતાં પંથકમાં ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રયાગરાજમાં ઈલેકટ્રોનિક પાર્ટ્સના વ્યવસાય કરતાં પરિવારના ચાર સભ્યોની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. પરિવારના પિતા, પત્ની, વહુંં અને પુત્રી એમ ચાર લોકોને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં, પુત્ર બહાર ગયો હોવાથી તે બચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
જોકે હત્યા પાછળનું કારણ હજી અકબંધ જ છે. પોલીસ ફોરનેસિક અને ડોગ સ્પોટ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે કે કયાં કારણોસર હત્યા કરવામાં આવી છે.