ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બડવાનીમાં ઓઇલ ટેન્કર પલટી મારી જતા એક જ પરિવારના 4 લોકોનાં મોત, 2 બાળકો ઘાયલ - મહારાષ્ટ્ર સરહદ

બડવાની જિલ્લાના સેંધવામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતાં. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સેઘવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

badwani
ઓઇલ ટેન્કર અકસ્માત

By

Published : May 17, 2020, 3:12 PM IST

મધ્ય પ્રદેશઃ બડવાની જિલ્લાના સેંધવામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતાં. જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સેઘવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બડવાનીમાં ઓઇલ ટેન્કર પલટી મારી જતા બાઈક સવાર 4ના મોત, 2 ઘાયલ

બડવાની જિલ્લાના સેંધવામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં એક જ પરિવાર સાથે જોડાયેલા ચાર લોકોના મોત નીપજ્યાં હતાં જેમાં બે બાળકો સહિત બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સેઘવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના મહારાષ્ટ્ર સરહદ પર બિજાસન ઘાટ નજીક બની હતી, જ્યાં મહારાષ્ટ્ર તરફ જતો ઓઇલ ટેન્કર બેકાબૂ બન્યો હતો અને બાઇક પર સવાર 6 લોકો પર પલટી ગયો હતો.

આ ઘટનામાં ટેન્કરના ચાલકને ઈજા થઈ હોવાનું પણ કહેવાય છે. સિલાવડ પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, ઓઇલ ટેન્કર મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો અને સામેથી બાઇક સવાર 6 લોકો સેંધવા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ઓઇલ ટેન્કર અચાનક ઘાટ ઉપર પલટી ખાઈ ગયો હતો, જેમાં બાઇક સવાર પરિવારના ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં બે બાળકો ગંભીર હોવાનું જણાવાય છે, ઘાયલ બાળકોને ગંભીર હાલતમાં સેંધવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ વાતની પુષ્ટિ થઈ નથી કે બાઇક સવાર મજૂર છે કે નહીં.

ABOUT THE AUTHOR

...view details