બેગૂસરાયઃ બિહારના મંજોલમાં મજૂરી કરવા ગયેલા ચાર મજૂરોની વીજળી પડવાથી મોત થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી પરિજનોને સાંજે સાત કલાકે થઇ હતી, જ્યારે મજૂરો ઘરે પરત ન ફર્યા ત્યારે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ખેડૂતે આપી માહિતી
પરિજનો દ્વારા શોધખોળ કર્યા બાદ કામેથી પરત ફરતા એક ખેડૂત દ્વારા ચાર મહિલાના મૃતદેહ એક ખેતરમાં પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ સ્થાનિકો આ મૃતદેહો વિશે બાબત પોલીસ સ્ટેશનને માહિતી આપી હતી. આ સૂચના મળ્યા બાદ પોલીસ પ્રશાસને મૃતદેહને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.