અધિકારીઓએ આજ રોજ માહિતી આપતા જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના તંગધારમાં મંગળવારે બપોરના સમયે સેનાની એક ચોકી હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. જેમાં ઓછામાં ઓછા 2 જવાન ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનાને લઇને રાહત બચાવ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે કામગીરીને પણ સ્થગિત કરવી પડી હતી. પરંતુ, બુધવારે એટલે કે આજે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી.