ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરહાનપુરમાં ચાર મહારાષ્ટ્રી જમાતીને કોરોના પોઝિટિવ, સ્થાનિક તંત્ર દોડતું થયું - મહારાષ્ટ્ર જમાતી કોરોના પોઝિટીવ

દેવનગરમાં ક્વોરેન્ટાઈન કરાયેલા મહારાષ્ટ્ર નિવાસી ચાર જમાતીને કોરોના પોઝિટિવ છે. જેથી સ્થાનિક તંત્ર દ્વારા લોક સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે તે ચાર જમાતીઓને સરહાનપુર જિલ્લામાં આવેલા ફતેહપુર સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ

By

Published : Apr 12, 2020, 3:29 PM IST

ઉત્તર પ્રદેશઃ દેવનગરમાં થોડા દિવસ પહેલા ક્વોરેન્ટાઈન કરાયેલા મહારાષ્ટ્ર નિવાસી ચાર જમાતીને કોરોના પોઝિટિવ નીકળતા સ્થાનિક તંત્ર દોડતું થયું છે. પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે લોકોને અવર-જવર પર રોક લગાવવામાં આવી છે. હાલ, આ પીડિતોને સહારનપુરમાં આવેલા ફતેહપુરના હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને પણ દેવબંધમાં ક્વોરેન્ટાઈ કરાયા છે.

દેવનગરમાં ક્વોરેન્ટાઈન કરાયેલા મહારાષ્ટ્ર નિવાસી ચાર જમાતીને કોરોના પોઝિટીવ છે. એટલે સ્થાનિક તંત્ર દ્વારા લોકસુરક્ષામાં વધારો કરાયો છે. સાથે તે ચાર જમાતીઓને સરહાનપુર જિલ્લામાં આવેલા ફતેહપુર સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત દર્દીઓના સંપર્કમાં આવેલા 28 લોકોને દેવબંધમાં સ્થિત તિબ્બિયા હૉસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. આ અંગે વાત કરતાં એસ.પી વિદ્યાનગર મિશ્રાએ જણાવ્યું હતું કે, જમાતીઓને ક્વોરેન્ટાઈ કરાયા હતા. તે વિસ્તારને સીલ કરીને સેનીટાઈઝ કરાયો છે. તેમજ લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details