ગુરુગ્રામ: ગુરૂગ્રામમાં રવિવારે 25 વર્ષીય એક મહિલાની સાથે 4 પુરૂષોએ સામૂહિક દુષ્કર્મ કરી તેની મારપીટ કરવામાં આવી હતી. જેનાથી તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. તેમણ કહ્યું કે, આરોપીઓની ઉંમર 20થી 25 વર્ષની વચ્ચે છે. તેમજ દરેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુરુગ્રામમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરનાર 4 આરોપીની ધરપકડ - ગુરૂગ્રામના સિકંદરપર મેટ્રો સ્ટેશન
ગુરૂગ્રામમાં રવિવારે 25 વર્ષીય એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરનાર 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સહાયક પોલીસ આયુક્ત કરણ ગોયલે ફોન પર જણાવ્યું કે, આ ઘટના ગુરુગ્રામમાં ડીએલએફ ફેડ પર થઇ હતી. તે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાંથી 3 ડિલેવરી બોય છે. ગોયલે વધુમાં જણાવ્યું કે, આ 4 આરોપીઓમાંથી એક શનિવાર રાત્રે ગુરૂગ્રામના સિકંદરપર મેટ્રો સ્ટેશનની પાસે મહિલાને મળ્યો હતો. ત્યારબાદ તે મહિલાને બિલ્ડર કાર્યાલય લઇ ગયો. આ કાર્યાલયમાં આ શર્મશાર ઘટના બની હતી. જ્યાં 3 આરોપીઓ પણ હાજર હતા.
એસપીએ કહ્યું કે, આરોપીઓએ મહિલાના વિરોધ પર તેને માર માર્યો અને તે મહિલાના માથા પર પણ ઇજા પહોંચાડી હતી. મહિલા ગંભીર રીતે ઘાયલ છે. તેમજ તેને ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આ ઘટનાને અંજામ આપી ઓરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યાં મહિલાનો રડવાનો અવાજ સાંભળીને પરિસરના એક સુરક્ષાકર્મી ત્યાં પહોંચ્યો અને પોલીસને જાણ કરી હતી. બાદમાં તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જ્યારે આ 4 આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.